Pages
▼
Thursday, 17 October 2013
Monday, 19 August 2013
Paper Solution / Answer keys of HTAT, 2013 (Head Teachers Aptitude Test, 2013)
Paper Solution / Answer Keys of HTAT Exam, 2013 is now available at alpesh222.blogspot.com.
- Download HTAT, 2013 Paper Solution / Answer Keys
- Exam held on : 18/08/2013
Note: These are provisional Answer keys by Gujarat State Education Board.
Wednesday, 14 August 2013
**ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી**
*ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી**
ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારેનોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદા/ફીકસ પગાર સ્કીમને
ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણીરાહ જોવી પડે તેવા સંજોગો મામલો સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ ગુજરાત સરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસ પગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમકોર્ટમાં છે અને ત્યાંસતત મામલો પાછો ઠેલાતો રહે છે. દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસ વેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુ હતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલકરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાત સરકારને અપીલ સાંભળવામાં રસ નથી. એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો તે પછી સરકારે અપીલ ફાઇલ કરી હતી પણ સરકાર હવે કોઇપણ કારણોસર મામલો મુલત્વી રાખવાની માંગણી કરી રહેલ છે. એન.જી.ઓ .એ ફીકસ પગાર સ્કીમને એ બાબતે પડકારી હતી કે જે પગાર અપાય છે તે મીનીમમ પગારના નિયમ કરતા પણ ઓછો છે વળી ફીકસ પગારદારોને જબાદબારીથી કામ કરવુ પડે છે એટલુ જ નહી નિયમિત પગારદાર જેટલુ જ કામ કરવુ પડે છે. જો સરકાર સુપ્રિમ કોર્ટમા કેસ હારી જાય તો સરકારે આવા કર્મચારીઓને કરોડો રૂપીયા ચુકવવા પડશે અને સરકારી તિજોરી ઉપર બોજો પડશે અમે સરકારની અપીલ ઉપર અમારો જવાબ ફાઇલ કરી દીધો છેપણ સરકાર મામલો સ્થગીત કરવાની માંગણી કરી હીયરીંગ કરવા દેતી નથી તેમ સુત્રોકહે છે. સુત્રો જણાવે છે કે, સરકાર આ યોજનામાં પીએફનાપણ લાભ આપતી નથી અને શ્રમ કાયદાના બધા કાયદાઓનો ભંગ કરી રહી છે. હવે મામલો ર૧ મી ઓગષ્ટે હીયરીંગ ઉપર આવે તેવી શકયતા છે. સરકારે પોલીસ, શિક્ષણ સહિત બધા વિભાગોમાં ફીકસ પગારદાર રાખ્યા છે. સરકારે ૧.પ૦ લાખથી વધુ આવા કર્મચારીઓની ભરતી કરી છે. Source : news paper
Wednesday, 3 July 2013
Wednesday, 26 June 2013
Wednesday, 19 June 2013
New Circulars
CCC પરીક્ષા ની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે પરિપત્ર મુજબ ૩૧/૦૩/૨૦૧૩ થી મુદત વધારી ૩૦/૦૬/૨૦૧૩ કરવામાં આવી.પરિપત્ર જોવા માટે નીચે ક્લિક કરો.
સી.સી.સી પરીક્ષા મુદત વધારો પરિપત્ર
Teachers of Government Secondary and Higher Secondary Schools (Procedure for Selection) Rules, 2012
Notification of 18/04/2012
Teachers of Government Secondary and Higher Secondary Schools (Procedure for Selection) Rules, 2012
Notification of 18/04/2012
Fajal Raxan New Paripatra - 30/05/2012
પ્રાથમિક શાળા શિક્ષક - બદલીના નવા નિયમો - પરિપત્ર ૨૩/૦૫/૨૦૧૨
પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા બદલ શ્રી ઈલિયાસભાઈ( પ્રમુખશ્રી/બ.કાં.મા.શિ.સંઘ) નો આભાર.
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.
વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર
શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર
ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર
ધોરણ 8 અને 11 માં 33 ગુણ - પાસ નો પરિપત્ર
CCC પરીક્ષા તાલીમ તથા ફી બાબત
સી.સી.સી પરીક્ષા અંતર્ગત તા. 02/01/2012 નો પરિપત્ર
વસ્તી ગણતરી અંતર્ગત પરિપત્ર
પ્રાથમિક શિક્ષકો (ઉચ્ચ પ્રાથમિક) અંતર્ગત પરિપત્ર
ઓનલાઈન ભરેલ રીટર્ન
મિત્રો - ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ વર્ષ ૨૦૧૨ -૧૩ નું ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User - Register Now પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર ૧૬ અથવા ૧૬ એ લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.
ફાયદા - આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે.
Tuesday, 18 June 2013
યુનિકોડ(શ્રુતિ) ફોન્ટ Vs ટેરાફોન્ટ/એલએમજી ફોન્ટ
હું હાલ યુનિકોડ ફોન્ટનો ઉપયોગ કરી રહ્યો છું. ઘણા શિક્ષક મિત્રોનો આગ્રહ છે કે તમામ પત્રકો એલએમજી/ટેરફોન્ટ ફોન્ટમાં બને તો તેઓને ઉપયોગી બને. યુનિકોડ ફોન્ટ વાપરવાનો મારો ખાસ હેતુ એ છે કે તેમાં કોઇ ચોક્કસ ફોન્ટની જરૂરિયાત રહેતી નથી. જો આપ Windows 7 વાપરો છો તો તેમાં શ્રુતિ ફોન્ટ પહેલેથી જ હોય છે.
આથી બધા તેનો ઉપયોગ કરી શકે. ઉપરાંત યુનિકોડ ફોન્ટના ઘણા બધા ફાયદાઓ છે. જે લોકો એલએમજી કે ટેરાફોન્ટમાં ટાઇપ કરી શકે છે. તઓ તે જ રીતે યુનિકોડ વડે ટાઇપ કરી શકે. ફક્ત તેના માટે આપે યોગ્ય કીબોર્ડ લેઆઉટ ઇન્સ્ટોલ કરી સેટ કરવું પડે છે. ત્યારબાદ ફક્ત Alt + Shift કી દબાવી અંગ્રેજી અને ગુજરાતી ભાષા સ્વીચ કરી શકો છો. જેની માહિતી આપને આ લેખમાં આપેલી છે. અન્ય ફોન્ટ કરતા યુનિકોડ ફોન્ટ કેટલિક ખાસિયતો ધરાવે છે જે અન્ય ફોન્ટમાં જોવા મળતી નથી. તો ચાલો આપણે આ બંને ફોન્ટના તફાવતને વિસ્તારથી સમજીએ.યુનિકોડ ફોન્ટ | ટેરાફોન્ટ કે એલએમજી ફોન્ટ |
આ ફોન્ટના સંયુક્તાક્ષરો લખવા સરળ છે અને દેખાવમાં ખૂબજ સ્પષ્ટ છે. | આ ફોન્ટના અમુક સંયુક્તાક્ષરો લખવા માટે તેના કોડ યાદ રાખવા પડે છે. અમુક સંયુક્તાક્ષરો અસ્પષ્ટ છે. |
આ રીત દ્વારા આપ વેબસાઇટ પર ગુજરાતીમાં ટાઇપ કરી શકશો. | વેબસાઇટ પર આ ફોન્ટનો ઉપયોગ નહી કરી શકો. વેબસાઇટ પર ગુજરાતી ટાઇપ કરવા ફરજિયાત યુનિકોડ ફોન્ટથી ટાઇપ કરવું પડશે. |
આ ફોન્ટ વડે એક જ વાક્યમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા એકસાથે લખી શકશો. જેમ કે Windows એક ઓપરેટિંગ સિસ્ટમ છે. | આ ફોન્ટમાં ગુજરાતી સાથે અંગ્રેજી ટાઇપ કરવું હોય તો ફોન્ટ બદલવા પડે છે. જે બધી જગ્યાએ શક્ય નથી. |
MS Excelમાં કામ કરતી વખતે નામના કોલમને Sort કરતા શબ્દકોશના ક્રમમાં નામ ગોઠવાશે. | ટેરાફોન્ટથી લખેલ માહિતી શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકાશે નહિ. |
MS Wordમાં કામ કરતી વખતે તમામ લીટી સરખી લંબાઇમાં ગોઠવવા Justify વિકલ્પથી એલાઇન કરી શકશો. | આ ફોન્ટથી લખેલ લખાણમાં Justify વિકલ્પ કામ આપતો નથી. |
આ ફોન્ટ ગુજરાતી ભાષા માટે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ પામેલ છે. | આ ફોન્ટનો ઉપયોગ મર્યાદિત છે. |
ઉપયોગી લિંક........
PUSTAKALAYA-ગુજરાતી ચોપડીઓ વાંચો – મફતછે!!
ગુજરાતી ચોપડીઓ વાંચો – મફતછે!!
If you like reading Gujarati Books, here is a website link that you can visit & read all the books that are available.
Please pass it on to friends & family members.
Remember these are pdf files so it will be a delay before you can read them.
Enjoy...
