Pages

Saturday, 8 February 2014

પાર્લામેન્ટ ની સમિતિ એ નિવુતિની વય 65 વર્ષ કરવાની ભલામણ કરી



પાર્લામેન્ટ ની સમિતિ એ નિવુતિની વય 65 વર્ષ કરવાની ભલામણ કરી
ભારતમાં રિટારમેન્ટની વય મર્યાદા વધારવા માટે ચહલ-પહલ થતી જોવા મળી રહી છે. એક સંસદીય સમિતિ દ્વારા સરકારને કરવામાં આવેલી ભલામણમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં નિવૃત્તિની વય હાલમાં જે 60 વર્ષ છે, તે વધારીને 65 વર્ષ કરી દેવી જોઈએ. આથી જો સરકાર આ ભલામણો સ્વીકારશે તો ભારતમાં લોકો 65 વર્ષની વય સુધી કામ કરી શકશે.
સમિતિએ આ કરવા પાછળનો તર્ક આપતા જણાવ્યું છે કે ભારતમાં સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો છે, જેની લોકોના સરેરાશ આયુષ્ય પણ વધી રહ્યું છે. જેથી વર્ષ 2026 સુધીમાં ભારતની કુલ વસ્તીના 12.4 ટકા લોકો સિનિયર સિટીજન્સ હશે. જે 2001ની સરખામણીમાં 7.5 ટકા વધારે હશે.
સમિતિએ રિટાયરમેન્ટ બાદની સુવિધાઓ અંગે પણ સરકારને કેટલીક ભલામણો કરી છે. સાથે જ સમિતિએ કેટલાક આંકડાઓ જાહેર કરતા કહ્યું છે કે ભારતની કુલ વસતીમાં 2050 સુધીમાં આજની સરખામણીમાં 55 ટકા જેટલો વધારો થશે. જ્યારે 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોની સંખ્યામાં 326 ટકા અને 80 વર્ષથી વધુ ઊંમર ધરાવતા લોકોની સંખ્યામાં 700 ટકાનો વધારો થશે.
 60 વર્ષથી વધુ વય ધરાવતા સમૂહ પર સમિતિએ ધ્યાન કેન્દ્રીય કર્યું, તેમને ખાસ સુવિધાઓ આપવા ભલામણ, શા માટે વયમર્યાદા વધારવાનું કર્યું સૂચન, વિશ્વના સૌથી ઓછી નિવૃત્તિવય ધરાવતા દેશો, વિશ્વમાં સૌથી નીચી નિવૃત્તિવય મર્યાદા માત્ર 45 વર્ષ, સૌથી ઉંચી નિવૃત્તિ વય 67 વર્ષ

No comments:

Post a Comment