રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્વનિર્ભર શાળાઓને ચોક્કસ શરતોને આધીન ગ્રાન્ટની લહાણી કરવાનો એક વિચિત્ર નિર્ણય લીધો છે. જે અંતર્ગત સ્વનિર્ભર શાળાઓએ આવતીકાલ તા.૧૦મી ફેબ્રુઆરી સુધી સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે. તેમ શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું. આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, નવી સ્વનિર્ભર શાળા શરુ કરવા માટે અરજી સ્વીકારાતી ત્યારે 'અમે ભવિષ્યમાં પણ ગ્રાન્ટ માંગીશું નહીં' તે પ્રકારનું એફિડેવિટ પણ સંસ્થા સાથે જોડવું ફરજિયાત હતું ,પરંતુ અચાનક સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા સ્વનિર્ભર શાળાઓને ગ્રાન્ટ આપવાની નવી નીતિ ઘડવામાં આવી છે.ઉચ્ચ શિક્ષણ વિભાગ નક્કી કરેલી નિયમો અનુસાર નિર્ધારીત સમયમર્યાદામાં આર્િથક સહાયના ધોરણોની પાત્રતા ધરાવતી શાળાઓ પૈકી જે શાળાઓ આર્િથક સહાય મેળવવા ઈચ્છતી હોય તેવી શાળાઓએ નિયત નમૂનામાં જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરવાની રહેશે. સ્વનિર્ભર શાળાએ ગ્રાન્ટ માટે અરજી કરતી વખતે જરુરી દસ્તાવેજી પુરાવા પણ સાથે બિડવી અનિવાર્ય છે.જોકે ગ્રાંટ મેળવવા ઈચ્છુક સ્વનિર્ભર શાળાઓની સમયમર્યાદા બહારની અરજીઓને સ્વિકારવામાં આવશે નહિ તેમ સૂત્રોએ જણાવ્યુ હતું.
No comments:
Post a Comment