Monday, 17 February 2014

તલાટીની નોકરીની લાલચ આપી કરોડોની ઠગાઈનું કૌભાંડ પકડાયું પર્દાફાશઃ કૌભાંડી કલ્યાણસિંહ પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા ગાંધીનગર એઓજી-એલસીબીની ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી

તલાટીની નોકરીની લાલચ આપી કરોડોની ઠગાઈનું  કૌભાંડ પકડાયું
પર્દાફાશઃ  કૌભાંડી કલ્યાણસિંહ પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા
ગાંધીનગર એઓજી-એલસીબીની ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી





ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રેવન્યુ તલાટીની ૧૫૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેની પરીક્ષા રવિવારે રાજ્યભરમાં લેવામાં આવી હતી. ત્યારે રેવન્યુ તલાટીની આ પરીક્ષામાં પાસ કરાવી દેવાનાં બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપીયા ઉઘરાવતા ગાંધીનગર શહેરનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કર્યા છે.

રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વચ્ચે સરકારી નોકરી મેળવવા ઉમેદવારો ગમે તે કરી છુટવા તૈયાર હોય છે. જેનો લાભ લઇને જ્યારે જ્યારે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે ત્યારે કેટલાક લેભાગુ તત્વો ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવાનાં બહાને લાખો રૂપીયા ખંખેરતા હોય છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો છેતરપીડીનો ભોગ બનતા હોય છે.

No comments:

Post a Comment