હવે ઓફીસમાં કામચોરી કરનારા કર્મચારીઓની ખેર નથી
જાપાનની કંપનીએ કર્મચારીઓ પર નજર રાખી શકે તેવુ આઈ કાર્ડની સાઈઝનુ ડીવાઈસ વિકસાવ્યુ
ઓફીસમાં કામ નહી કરવાનુ કે પગ લાંબા કરીને બેસી રહેવાનુ ભારે પડી શકે છે.જાપાનની એક કંપનીએ એવુ ડીવાઈસ વિકસાવ્યુ છે જે કર્મચારીઓ કામ કરે છે કે નહી તેના પર નજર રાખશે.ઈલેક્ટ્રોનીક ઉપકરણો બનાવતી કંપની હીટાચીએ વિકસાવેલા આ સાધનને બીઝનેસ માઈક્રોસ્કોપ નામ આપવામાં આવ્યુ છે.માત્ર આઈડી કાર્ડ કે બિલ્લાની સાઈઝના આ ડીવાઈસમાં એક ચીપ અને સેન્સર હશે જે કર્મચારીની વર્તણૂંકનુ રેકોર્ડીંગ કરી શકશે.કર્મચારીએ કોની સાથે કેટલી વખત વાત કરી, કર્મચારી ખુરશી પરથી કેટલી વખત ઉઠ્યો, ક્યાં ગયો અને કેટલે દુર સુધી ગયો તે તમામ બાબતો આ ડીવાઈસ કર્મચારીઓના ઉપરીને કહી શકશે.
આ ડીવાઈસના કારણે કર્મચારીઓની કાર્યક્ષમતા વધી જશે.કારણકે કર્મચારીઓ એલર્ટ રહીને કામ કરશે તેવુ કંપનીનુ કહેવુ છે.જોકે ભારત જેવા દેશમાં તો જો કોઈ કંપની આ પ્રકારનુ ડીવાઈસ કર્મચારી પર મોનીટરીંગ કરવા માટે ઉપયોગમાં લે તો હોબાળો પણ મચી શકે છે.

No comments:
Post a Comment