Pages

Monday, 4 August 2014

સીઆરસી માટે હવે વર્ગખંડની વિઝિટ ફરજિયાત થઈ ગઈ

સીઆરસી માટે હવે વર્ગખંડની વિઝિટ ફરજિયાત થઈ ગઈ


                     પ્રાથમિક શાળાઓ માટે નિમાયેલા બીઆરસી કે સીઆરસી કો ઓર્િડનેટર મોટે ભાગે શાળાઓમાં ભણાવતા પણ હોય અને કોઈ શાળાના અભ્યાસનું આકલન પણ કરતા હોય એવી છાપ કચ્છભરમાં વ્યાપક છે ત્યારે હવે તેમને પણ નિયમોના બંધનમાં ઝકડી લેવા સરકારે આયોજન કર્યું છે અને તે મુજબ દરેક સીઆરસીએ ફરજિયાત શાળાની મુલાકાત લઈને અવલોકન કરવું પડશે એવું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી મુજબ સર્વ શિક્ષા અભિયાન હેઠળ તેની વેબસાઈટ પર સીઆરસી કો-ઓર્િડનેટરની સંભવિત ટૂર ડાયરી જનરેટ કરવામાં આવી છે અને તે આધારે જે તે માસમાં જે તે સીઆરસીએ નિયત કરેલા કાર્યક્રમ મુજબ શાળાની મુલાકાત લઈને તેની સાથે વર્ગખંડ અવલોકન ફોર્મેટ પણ અપલોડ કરવાનું રહેશે. દર શનિવારે ઓનલાઈન ટૂરડાયરી ચેક કરવામાં આવશે અને તેની જાણ પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવશે.
 

No comments:

Post a Comment