Thursday, 3 April 2014

ધો 12ની સંસ્કૃતની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી

ધો 12ની સંસ્કૃતની ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવી>>>>>>>>>>>>>>



વડોદરા હાલોલ રોડ પરથી પોલીસને પેટ્રોલીંગ દરમ્યાન ઉત્તરવહીઓ મળી


વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગંભીર ચેડા, ઉત્તરવહીઓ રાજકોટની




મળતી વિગતો પ્રમાણે બુધવારે બપોરે એલસીબીના પોલીસ કર્મચારીઓ ખાનગી વાહનમાં પોલીસ પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર રસ્તા પર પડેલી ઉત્તરવહીઓ પર પડી હતી.એ બાદ તેમણે આ ઉત્તરવહીઓ એકઠી કરી હતી.

બાદમાં ઉત્તરવહીઓ વાઘોડીયા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.તપાસમાં આ ઉત્તરવહીઓ ધો 12ના કોમર્સના સંસ્કૃત વિષયની હોવાનુ બહાર આવ્યુ હતુ.રાજકોટથી ઉત્તરવહીઓ ચકાસણી માટે લઈ જવામાં આવી રહી હતી ત્યારે રસ્તામાં પડી ગઈ હોવાનુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે.

વડોદરા હાલોલ રોડ પર જરોદ પાસેથી ધો 12ની 39 જેટલી ઉત્તરવહીઓ રસ્તે રઝળતી મળી આવતા ચકચાર મચી ગઈ છે.આ રસ્તા પર પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની નજર ઉત્તરવહીઓ પર પડી હતી અને પોલીસે આ ઉત્તરવહીઓ એક્ઠી કરી હતી.

No comments:

Post a Comment