Monday, 19 August 2013

Paper Solution / Answer keys of HTAT, 2013 (Head Teachers Aptitude Test, 2013)

Paper Solution / Answer Keys of HTAT Exam, 2013 is now available at alpesh222.blogspot.com.

Note: These are provisional Answer keys by Gujarat State Education Board.

Wednesday, 14 August 2013

**ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી**

*ફિક્સ પગાર મુદ્દે સુપ્રિમ કોર્ટમાં 21 ઓગસ્ટે સુનાવણી**

ગુજરાતના ફિક્સ પગારના કેસમાં વધુ એક મુદત પડી છે. હવે પછી સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 21મી ઓગસ્ટે હાથ ધરાશે. ફિક્સ પગારેનોકરી કરતાં સરકારી કર્મચારી કર્મચારીઓની નજર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી પર હતી. જો કે કોર્ટમાં વધુ એક મુદત પડતાં કર્મચારીઓ નિરાશ થઈ ગયા છે. મહત્ત્વની વાત તો એ છે કે, આ મેટરને બોર્ડ પર રખાય તે પૂર્વે જ ગુજરાત સરકાર વતી સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. અને સરકારે વધુ બે મહિનાના સમયની માગ કરી હતી. જો કે, સુપ્રીમે વધુ સમય આપવાનો ગુજરાત સરકારને સ્પષ્ટઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદ આ મેટરને સુપ્રીમના બોર્ડ પર રખાઈ હતી. જો કે, આ અરજીની સુનાવણી હાથ ધરાઈ તે પહેલા જ કોર્ટના કામકાજના કલાકો પૂર્ણ થઈ ગયા હતાં. સુપ્રીમના બોર્ડમાં આજે ફિક્સ પગારની અરજી 13મા નંબરે ચાલનારી હતી. જો કે કોર્ટના નિયત સમય સુધીમાં નવ અરજીની સુનાવણી જ શકય બની હતી. હવે આ કેસમાં 21મી તારીખે નિર્ણય આવી જાય તે લગભગ નિશ્ચિત જણાય છે.

સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદા/ફીકસ પગાર સ્કીમને

ગુજરાત સરકારનાં ફીકસ પગાર મેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પગાર મેળવવા ઘણીરાહ જોવી પડે તેવા સંજોગો મામલો સુપ્રિમ કોર્ટમાં: હાઇકોર્ટના ચુકાદાને સરકારે પડકારેલ છેઃ ગુજરાત સરકાર કોઇ કારણોસર સુનાવણી થવા દેતી નથીઃ મામલો સ્થગિત રાખવા કરે છે માંગણી નવી દિલ્હી, તા.,૧૪: ગુજરાત સરકારના ફીકસ પગારમેળવતા કર્મચારીઓએ રેગ્યુલર પે સ્કેલ મેળવવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે તેવા સંજોગો ઉભા થયા છે. કારણ કે મામલો હાલ સુપ્રિમકોર્ટમાં છે અને ત્યાંસતત મામલો પાછો ઠેલાતો રહે છે. દોઢ વર્ષ પુર્વે ગુજરાત હાઇકોર્ટે ફીકસ વેતનમેળવતા હજારો કર્મચારીઓના ચહેરા મલ્કી ઉઠે તેવો ચુકાદો આપતા જણાવ્યુ હતુ કે ફીકસ વેતન યોજના ગેરબંધારણીય છે અને સરકારને જણાવ્યુ હતુ કે તે આવા કર્મચારીઓને રેગ્યુલર પે સ્કેલની કેટેગરીમાં લાવે એટલું જ નહી તેઓને એરીયર્સ પણ ચુકવે. આ પછી ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલકરી હતી અને મામલો હજુ પેન્ડીંગ છે. એવો આક્ષેપ થઇ રહ્યો છે કે ગુજરાત સરકારને અપીલ સાંભળવામાં રસ નથી. એક એન.જી.ઓ. ના રાજેન્દ્ર શુકલાના જણાવ્યા પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે ડીસેમ્બર ૨૦-૨૦૧૧ના રોજ આદેશ આપ્યો હતો તે પછી સરકારે અપીલ ફાઇલ કરી હતી પણ સરકાર હવે કોઇપણ કારણોસર મામલો મુલત્વી રાખવાની માંગણી કરી રહેલ છે. એન.જી.ઓ .એ ફીકસ પગાર સ્કીમને એ બાબતે પડકારી હતી કે જે પગાર અપાય છે તે મીનીમમ પગારના નિયમ કરતા પણ ઓછો છે વળી ફીકસ પગારદારોને જબાદબારીથી કામ કરવુ પડે છે એટલુ જ નહી નિયમિત પગારદાર જેટલુ જ કામ કરવુ પડે છે. જો સરકાર સુપ્રિમ કોર્ટમા કેસ હારી જાય તો સરકારે આવા કર્મચારીઓને કરોડો રૂપીયા ચુકવવા પડશે અને સરકારી તિજોરી ઉપર બોજો પડશે અમે સરકારની અપીલ ઉપર અમારો જવાબ ફાઇલ કરી દીધો છેપણ સરકાર મામલો સ્થગીત કરવાની માંગણી કરી હીયરીંગ કરવા દેતી નથી તેમ સુત્રોકહે છે. સુત્રો જણાવે છે કે, સરકાર આ યોજનામાં પીએફનાપણ લાભ આપતી નથી અને શ્રમ કાયદાના બધા કાયદાઓનો ભંગ કરી રહી છે. હવે મામલો ર૧ મી ઓગષ્ટે હીયરીંગ ઉપર આવે તેવી શકયતા છે. સરકારે પોલીસ, શિક્ષણ સહિત બધા વિભાગોમાં ફીકસ પગારદાર રાખ્યા છે. સરકારે ૧.પ૦ લાખથી વધુ આવા કર્મચારીઓની ભરતી કરી છે. Source : news paper