Friday, 14 February 2014

હેડ ટીચરની ભરતીનાં સ્થળમાં પ્રા.શિ. નિયામક કચેરીએ લોચો માર્યો, તો તારીખમાં જિલ્લા પ્રા.શિ. કચેરીએ !


  • હેડ ટીચરની ભરતીનાં સ્થળમાં પ્રા.શિ. નિયામક કચેરીએ લોચો માર્યો, તો તારીખમાં જિલ્લા પ્રા.શિ. કચેરીએ !

 :એક ભૂલ થાય તેને તંત્ર કહેવાય પણ ભૂલ ઉપર ભૂલ થાય તે સરકારી તંત્ર કહેવાય ! સરકારી તંત્રની બેદરકારીનો છાપરા ફાડ નમૂનાનું (બુધ્ધિનું!) ફરી એક વખત પ્રદર્શન થયું છે. તાજેતરમાં યોજાનાર હેડ ટીચરોની ભરતી માટે ઉમેદવારોને ઈશ્યુ કરાયેલી હોલ ટિકિટમાં ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભૂલ્ અથવા બેદરકારીથી જૂનું સરનામું છપાયું હતુુ. આ ભૂલ્ સુધારવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા સરનામું સુધારવા અખબારી યાદી આપવામાં આવી જેમાં સરનામાની 'ચુક'તો સુધારવામાં આવી પરંતુ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ ભરતી પ્રક્રિયાની તારીખ છાપવામાં ભગો માર્યો !
આગામી (સાચી) તારીખ ર૦મી ફેબ્રુઆરીએ રાજય સરકાર દ્વારા હેડ ટીચરની ભરતી પક્રિયા હાથ ધરવામાં આવનાર છે જેના અંતર્ગત રાજકોટ જિલ્લાને ફાળવેલા ઉમેદવારોની હોલ ટિકિટમાં ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા ભરતી પ્રક્રિયામાં સ્થળ તરીકે અગાઉ સર્વ શિક્ષા અભિયાન કચેરી, શાળા નં.-રર શ્રોફ રોડનું જૂનુ સરનામુ અંકિત કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીને ઉમેદવારો પ્રત્યે સંવેદના જાગી અને તેમણે ઉમેદવારોનાં હિતમાં અને ઉમેદવારોને તકલીફ ન પડે તે માટે નવું સુધારેલું સરનામું સર્વશિક્ષા અભિયાન ઓફિસ, કરણસિંહજી હાઈસ્કુલ કેમ્પસ, ભુપેન્દ્ર રોડ, બાલાજી મંદિર કેમ્પસ,રાજકોટ આપવાની સૌજન્યતા દર્શાવી, જો કે તેમણે ભરતી પ્રક્રિયાનું સ્થળ તો સાચું આપ્યું પરંતુ તેની તારીખ ર૦/ર/૨૦૧૪નાં બદલે એક મહિનો અગાઉ ૨૦/૧/૨૦૧૪ છાપી નાંખ્યુ. જો આ ભગો પરીક્ષાર્થીઓ વાંચે તો મુંઝવણમાં પડી જાય કે કરવું શું ? હવે આ ભૂલ સુધારવા ફરી એક પ્રોમીસરી નોટ વાંચવા મળશે કે પછી આમાંથી ઘડો લઈ ભૂલ ઉપર ભૂલ નહીં કરવાની સજાગતા કેળવશે તે તો સરકારી તંત્ર જ જાણે !


No comments:

Post a Comment