લાખ્ખો કર્મચારીઓને ખુશ કરવાનો ઇરાદો : પીએફ, ગ્રેજ્યુઇટી, પેન્શનના મુદ્દે મોટી જાહેરાતોની સંભાવના

યુપીએ સરકાર હવે લોકસભાની ચૂંટણીને લઈને અસલી મિજાજમાં આવી ગઈ છે. સરકાર મતદારોને રીઝવવા માટે કોઈ કસર છોડવા માગતી નથી. સરકાર આગામી 15 દિવસમાં મોટી જાહેરાતો કરે એવી સંભાવના છે અને એના ભાગરૂપે સરકારે બે-ત્રણ દિવસમાં જ કર્મચારીઓને લાભ થાય એવી કોઈ મોટી જાહેરાત કરવાની શક્યતા છે.
લઘુતમ વેતન, ઓછામાં ઓછા પેન્શનનો સ્લેબ, ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારીઓ માટે હેલ્થકેરના લાભ માટે ઉચ્ચ વર્ગની સેલેરી લિમિટ અંગેની જાહેરાત સરકાર થોડાક દિવસમાં કરે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે.
જોકે પાછલાં કેટલાંક વર્ષોથી કેન્દ્ર સરકાર કર્મચારીઓને લાભ થવા વિશેના નિર્ણયો ટાળ્યા કરતી હતી અને દેશભરમાં મજદૂર યુનિયનોએ આ મુદ્દે દેશવ્યાપી હડતાળો પણ પાડી હતી, પણ હવે સરકાર લોકસભાની ચૂંટણી માથે હોવાથી આ નિર્ણયો લેવા માટે ઉતાવળી થઈ છે. સરકાર ચૂંટણી આચાર સંહિતા લાગુ થાય એ પહેલાં મધ્યમ વર્ગને ફાયદો થાય એવા નિર્ણયો લેવા માગે છે, જેથી ચૂંટણીમાં તેને લાભ થાય. સરકાર ઈપીએફઓના કર્મચારીઓ માટે મિનિમમ પેન્શન વધારીને 1000 રૂપિયા સુધી કરવા માગે છે. આ સિવાય ગ્રેજ્યુઇટી માટે લિમિટ 15,000 રૂપિયા કરવા માગે છે.

No comments:
Post a Comment