Wednesday, 5 February 2014

ગુણોત્સવમાં શાળાનું સાચુ ચિત્ર રજૂ નહિ થાય તો શિક્ષણની ઘોર ખોદાશે

ગુણોત્સવમાં શાળાનું સાચુ ચિત્ર રજૂ નહિ થાય તો શિક્ષણની ઘોર ખોદાશે

ભાવનગર,તા.૫
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવનુ આયોજન કરવામાં આવે છે, તેવી જ રીતે હવે માધ્યમિક શાળાઓમાં પણ ગુણોત્સવ યોજવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૩ અને તા.૧૪ના માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ યોજવામાં આવશે. આ ગુણોત્સવમાં શાળાનું સાચુ ચિત્ર રજૂ નહિ કરવામાં આવે તો શિક્ષણનો ઘોર ખોદાઈ જશે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સુત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૩ અને તા.૧૪ના રોજ ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુણોત્સવ અંતર્ગત શિક્ષકોએ અને આચાર્યોએ ઓન લાઈન ડેટા એન્ટ્રી કરવાની રહેશે.જો ગુણોત્સવનો સાચો લાભ લેવો હોય તો અને આવતા દિવસોમા શાળાને વ્યવસ્થીત રીતે ઉપયોગ થાય તેવા કાર્યક્રમો તાલિમનાં માધ્યમથી પ્રાપ્ત કરાવવા હોય તો અત્યારે દરેક શાળાએ દરેક શિક્ષકે ગ્રેડ કે સ્ટેટસની કોઈપણ ચિંતા કર્યા વિના સાચી હકિકતો માધ્યમિક શિક્ષણ બોર્ડ સુધી પહોચતી કરવી જોઈએ. જો શાળા પોતાના ગ્રેડ અને સ્ટેટસ અંગે ચિંતા કરી અને ખોટુ પરિણામ બોર્ડ સુધી મોકલી આપશે તો એક અવાસ્વતિક ચિત્ર શિક્ષણ બોર્ડને મળશે.જે કદાપી શિક્ષણ અને છાત્રોના હિતમા નહિ હોય.

No comments:

Post a Comment